મંગલાચરણ

ૐ  ૐ  ૐ

મંગલાચરણ

(૧) સર્વોપર સંત પુરૂષ હય, સબકે જીવન આપ,
 પ્રથમ વંદના તાહિકો, નાશ હોત સબ પાપ.
 સર્વની ઉપર સંત પુરૂષ છે, બધાનું જીવન છો. સર્વ પ્રથમ હું તમને વંદન કરૂં છું, તેથી મારા બધા પાપ નાશ પામશે.
(૨) દ્વિતીય વંદના ગુરૂકો, કરત જ્ઞાન પ્રકાશ,
  બિના ગુરૂ નાહિ ન હોત નય, અંધકારકો નાશ.
 બીજા વંદન હું ગુરૂને કરૂં છું, કારણ ગુરૂ થકી જ્ઞાનનો પ્રકાશ મળ્યો, ગુરૂ વગર આ અજ્ઞાન અંધકારનો નાશ કદિ પણ થતો નથી કે થશે નહિં.
(3) ત્રિતીય વંદના સબ સંતકો, ભવજલ તારનહાર,
ભક્તિ જ્ઞાન વૈરાગ દે કરત બડો ઉપકાર.
 ત્રીજા વંદન હું સાધુસંતોને કરૂં છું, તેઓ થકી આ ભવ સાગરને તરી શકાય છે. અને તેઓના ઉપકારથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ પ્રાપ્ત થાય છે.
(૪) પુરૂષ રૂપી સદગુરૂ હય, સદગુરૂ રૂપી સંત,
 ઈનકે પદ વંદન કિયે, આવે ભવકો અંત.
 સદગુરૂ જેવા સંતના દેહમાં તે પરમાત્માનો વાસ છે, તેમના ચરણમાં વંદન કરો, અર્થાત્ તેમના ચરણમાં તારા મનમાંનો અહંકાર છોડશે, તો તારા ભવસાગરનો અંત આવશે.
 ૐ  ૐ  ૐ

Leave a comment